એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી: સ્લિપ ડિસ્ક અને કમરદર્દ માટે આધુનિક સારવાર

ડૉ. રિધમ ખંડેરિયા | MCh ન્યુરોસર્જરી (AIIMS ઋષિકેશ) | Fellowship in Endoscopic Spine Surgery, પુણે



જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લાંબા સમયથી કમરનો દુખાવો, પગમાં વીજળી જેવો દુખાવો (Sciatica), અથવા સ્લિપ ડિસ્કની તકલીફ છે — અને ડૉક્ટરે સર્જરી કરાવવાની સલાહ આપી છે — તો ગભરાવાની જરૂર નથી.

આજની આધુનિક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જૂની ઓપન સર્જરી કરતાં સંપૂર્ણ અલગ છે.


એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એટલે શું?

આ એક minimally invasive પ્રક્રિયા છે જેમાં માત્ર 1 સેન્ટિમીટરથી પણ નાના કાપ દ્વારા સ્પાઇનની અંદર જઈ, દુ:ખાવો પેદા કરતી disc અથવા nerve compression ને દૂર કરવામાં આવે છે. આ દરમિયાન ન તો સ્નાયુ કાપવામાં આવે, ન હાડકું કાઢવામાં આવે.


જૂની સર્જરી vs એન્ડોસ્કોપિક સર્જરી

જૂની સર્જરીએન્ડોસ્કોપિક સર્જરી
કાપની સાઇઝ5–10 સેમી1 સેમીથી ઓછો
હૉસ્પિટલમાં રહેવું3–5 દિવસસામે દિવસે ઘરે
ચાલવું ક્યારે?અઠવાડિયા પછીથોડા કલાકોમાં
રજા ક્યારે?6–12 અઠવાડિયા2–4 અઠવાડિયા

કોને આ સર્જરીની જરૂર પડે?

✔️ સ્લિપ ડિસ્ક (Disc Herniation) ✔️ Sciatica — પગમાં દુખાવો, સુન્નપણું ✔️ Spinal Stenosis — કરોડની નળી સાંકડી થવી ✔️ Nerve Compression ✔️ દવા અને ફિઝિયોથેરાપીથી 6–8 અઠવાડિયે ફાયદો ન થયો હોય

મહત્વની વાત: દરેક દર્દીને સર્જરીની જરૂર નથી. મારી પ્રેક્ટિસમાં મોટાભાગના દર્દીઓ દવા, ઈન્જેક્શન અને ફિઝિયોથેરાપીથી સારા થઈ જાય છે. જ્યારે સર્જરી જરૂરી હોય ત્યારે જ — અને ત્યારે એન્ડોસ્કોપિક પ્રક્રિયા સૌથી ઓછી તકલીફ સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે.


સર્જરી પછી શું?

  • થોડા કલાકોમાં ચાલવાનું શરૂ
  • 1–2 અઠવાડિયામાં હળવી દૈનિક પ્રવૃત્તિ
  • 2–4 અઠવાડિયામાં ઓફિસ/કામ પર પાછા
  • 6–8 અઠવાડિયામાં સંપૂર્ણ સામાન્ય જીવન

રાજકોટમાં જ ઉપલબ્ધ

હવે આ સર્જરી માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી. પુણેમાં Dr. Satishchandra Gore પાસેથી Endoscopic Spine Surgery Fellowship મેળવ્યા બાદ, હું આ સર્જરી રાજકોટમાં જ કરું છું.

જો તમને કે તમારા પરિજનને કમરના દુખાવાની સમસ્યા હોય, તો એક વખત મળવા આવો — નિ:સ્વાર્થ સલાહ આપવી એ મારો ઉદ્દેશ છે, સર્જરી કરાવડાવવો નહીં.

👉 Online Appointment બુક કરો

ડૉ. રિધમ ખંડેરિયા ન્યુરો અને સ્પાઇન સર્જન | Genesis Hospital, રાઇયા રોડ, રાજકોટ 📞 9409006776


આ લેખ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. કોઈ પણ સારવાર શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.